Home | About Us | Contact Us | Send Enquiry
Bird View Of Industries
birdviewofindustries@gmail.com
M: +91 9998980519
આપ જમણી બાજુ SEARCH માં જઈને આપને જે PRODUCT ના SUPPLIER કે MANUFACTURE નું ADDRESS જોઈતું હોય તે લખવાથી તે SEARCH માં મળી રહેશે
 
 
 
 News
દહેજની રિલાયન્સ હોસ્પીટલમાં સ્ટાફ ભરવા માટે રજુઆત   14-Dec-2018
દહેજની રિલાયન્સ હોસ્પીટલમાં સ્ટાફ ભરવા માટે રજુઆત
જીએફએલ દ્રારા છઠ્ઠી વાઇબ્રન્ટ ક્રિકેટ મહોત્સવનો શુભારંભ   02-Dec-2018
જીએફએલ દ્રારા છઠ્ઠી વાઇબ્રન્ટ ક્રિકેટ મહોત્સવનો શુભારંભ
દહેજ ખાતે આવેલી ગુજરાત ફલોરોકેમીકલ લીમીટેડ દ્રારા તારીખ રજી ડીસેમ્બરે ભરૂચના એસવીએમઆઇટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠી વાઇબ્રન્ટ જીએફએલ ક્રિકેટ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.  કંપનીના એચઆર અને એડમીનના આસીસ્ટન્ટ વાઇસ પ્રેસીડન્ટ સુનીલ ભટ્ટે જણાવ્યું હતું કે કંપની દ્રારા રમાતી આ ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ વર્ષે ૩૪ ટીમોએ ભાગ લીધો છે. ગયા વર્ષે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં ૩ર ટીમોએ ભાગ લીધો હતો. એટલેકે કંપની દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટીમોએ ભાગ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં લગભગ પ૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે.  એક જ કંપની દ્રારા તેની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૩૪ ટીમોએ ભાગ લીધો હોય તેવી જીએફએલ ભરૂચ જિ૯લાનની પ્રથમ કંપની છે. ભરૂચ જિ૯લામાં જ નહીં, પરંતુ વડોદરા અને સુરત જિ૯લામાં પણ આવી એક જ કંપનીની ૩૦ ઉપરાંત ટીમોએ ભાગ લીધો હોય તેવું ધ્યાનમાં નથી.   દોઢ મહીના જેટલી લાંબી ચાલવાવાળી આ ટૂર્નામેન્ટમાં  પ૦૦ ઉપરાંત ખેલાડીઓ રમશે. જે કંપનીના કર્મચારીઓના ઉત્સાહને લઇને શકય બન્યું. તેમને ખેલાડીઓને આ ગ્રાઉન્ડનો પર્વ પ્લેસની જેમ ઉપયોગ કરવા જણાવ્યું હતું.   આ ટૂર્નામેન્ટમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારવા માટે અને જીતાડવા માટે ખૂબ મહેનત કરાય છે, તેવી રીતે જ કંપનીના વિકાસ માટે અને ટીમવર્કમાં ઉત્સાહ વધે તેવી મહેનત કરવા આહવાન કર્યુ હતું. તેમજ કંપનીમાં જે રીતે  5S, Quality Circle,  6 SIGMA ચલાવીએ છીએ, તેને સફળ બનાવવા સૌ ઉત્સાહથી કાર્ય કરે છે. તેવી રીતે જ બિઝનેસ એકસલન્સની પણ શરુઆત કરી છે. તેમાં પણ એવોર્ડ મેળવવા ખૂબ મહેનત કરીશું એવી આશા વ્યકત કરી હતી.  કંપનીના ચીફ ઓપરેટીંગ ઓફિસર બિશ્વજીત ભટ્ટાચાર્યએ રિબીન કાપીને ટૂર્નામેન્ટને ખુ૯લી મુકી હતી.
ક૯ચરલ ટ્રાન્સફોરમેશન થ્રુ એમ્પ્લોઇઝ એન્ગેજમેન્ટ એટ જીએફએલમાં એચઆર ડીપાર્ટમેન્ટ દ્રારા તેમની કાર્યશૈલીનું રસપ્રદ રીતે વર્ણવી   28-Nov-2018
ક૯ચરલ ટ્રાન્સફોરમેશન થ્રુ એમ્પ્લોઇઝ એન્ગેજમેન્ટ એટ જીએફએલમાં એચઆર ડીપાર્ટમેન્ટ દ્રારા તેમની કાર્યશૈલીનું રસપ્રદ રીતે વર્ણવી
BAMA એચઆર મીટમાં પ્રિવેન્શન ઓફ સેકસયુઅલ હેરેસમેન્ટ વિષય ઉપર શીલા મિસ્ત્રીનું વ્યકતવ્ય યોજાયું   26-Oct-2018
BAMA એચઆર મીટમાં પ્રિવેન્શન ઓફ સેકસયુઅલ હેરેસમેન્ટ વિષય ઉપર શીલા મિસ્ત્રીનું વ્યકતવ્ય યોજાયું
તારીખ રપમી ઓકટોમ્બરે ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશનના રરમા એચઆર ફોરમમાં ઇનસાઇટ એસોસીએશનના ફાઉન્ડર મેમ્બર શીલા મિત્રીનું હાઇલાઇટ ઓફ- પ્રિવેન્શન ઓફ સેકસયુઅલ હેરેસમેન્ટ વિષય ઉપર વ્યકતવ્ય યોજાયું હતું. પરંતુ આપણા દેશમાં આને લગતો કાયદો અમલમાં છે. તેમાં ઘણા બધા એમેન્ટમેન્ડ પણ થયા છે. કાયદામાં અનેક જોગવાઇઓ પણ છે. પરંતુ ખાસ કરીને મોટાભાગનો વર્ગ તેનાથી જાણકાર નથી. તેનો કઇ રીતે ઉપયોગ કરવો તેની પણ જાણકારી નથી. આવે સમયે શીલા મિસ્ત્રી દ્રારા કાયદા અને તેની જોગવાઇઓ વિશે ઉંડાણપૂર્વકની માહિતી આપી હતી. સાથે સાથે કાયદામાં હજુ ઘણા વિષયો પ્રત્યે પ્રકાશ પાડવાનો બાકી હોવાની પણ ચર્ચાઓ થઇ હતી.    આ પ્રસંગે એચઆર ફોરમના ચેરમેન સુનીલ ભટ્ટ તેમજ એચઆર ફોરમના સભ્યો ઉપસ્થિત રહયા હતા. તેમને તેમને મુંઝવતા અનેક સવાલોના સમાધાન ચર્ચા દ્રારા અને પ્રશ્નોત્તરી દ્રારા મેળવ્યા હતા.
રાજકોટ નજીક ૪૬ હેકટર જમીનમાં અભ્યાસ સંકુલ તેમજ ખેતી માટે આર.એન્ડ ડી. સેન્ટર ઉભુ કરવાનું આયોજન છેઃ નરેશ પટેલ   16-Oct-2018
રાજકોટ નજીક ૪૬ હેકટર જમીનમાં અભ્યાસ સંકુલ તેમજ ખેતી માટે આર.એન્ડ ડી. સેન્ટર ઉભુ કરવાનું આયોજન છેઃ નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી નરેશ પટેલ આજે અંકલેશ્વવરની મુલાકાતે આવ્યા હતા. જયાં તેમને સમાજના આગેવાનો સાથે મિટીંગ કરી હતી. જેમાં તેમને ખોડલધામની હાલ ચાલતી પ્રવૃતિઓની તેમજ ભવિષ્યમાં કરાનાર કાર્યોની માહિતી આપી હતી. તેમજ આગેવાનોના સલાહ સૂચનો કર્યા હતા અને મેળવ્યા હતા.  આજે સવારે અંકલેશ્વર એસ્ટેટમાં આવેલી સરદાર પટેલ વાડી ખાતે ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્રારા રાજકોટ નજીક ૪૬ હેકટર જમીન ખોડલધામ સંકુલ માટે ખરીદાઇ છે. જેમાં અભ્યાસને લગતી પ્રવૃતિ થશે. તેમાં કઇ રીતનું શિક્ષણ આપવું. તે માટે એક થીંક ટેન્ક ઉભી કરવાનું આયોજન છે. જેમાં સમાજના નિષ્ણાતોને સામેલ કરાશે. શિક્ષણના ક્ષેત્રને જિ૯લા કક્ષાએ વિસ્તારવાનું પણ આયોજન હોવાનું જણાવ્યું હતું.  આ ઉપરાંત તેમને ખેતી ક્ષેત્રે પણ ઇઝરાઇલની બે-ત્રણ કંપની જોડે વાિીંત ચાલી રહી છે. જેમાં ઓછા પાણીથી વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને કઇ રીતે સસ્તુ પડે તે બાબતમાં આગળ વધી રહયા છીએ. તેમજ ખેતી માટે એક આર.એન્ડ ડી. સેન્ટર ઉભુ કરવાનું પણ વિચારી રહયા છીએ. તેની માહિતી આપી હતી.  તેમને સૌરાષ્ટ્રમાં ટ્રસ્ટ તરફથી જિ૯લા કક્ષાએ ચાલતા સમાધાન પંચની વાત કરતા જણાવ્યું હતુ કે સમાધાન પંચ બહુ સરસ રીતે કામ કરી રહયા છે. પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ વિશે તેમને જણાવ્યું હતું. જેમાં છૂટાછેડાના કેસોનું પ્રમાણ વધી ગયું છે. લોકોની ઘટી ગયેલી સહનશકિત દર્શાવે છે. કરતા જણાવ્યું હતુ કે સમાધાન પંચ બહુ સરસ રીતે કામ કરી રહયા છે. પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ વિશે તેમને જણાવ્યું હતું. જેમાં છૂટાછેડાના કેસોનું પ્રમાણ વધી ગયું છે. લોકોની ઘટી ગયેલી સહનશકિત દર્શાવે છે. સમાજના આ બદલાતા પ્રવાહ તરફ તેમને અંગુલીનિર્દેશ કર્યો હતો.  અંકલેશ્વર ખાતે ચાલતા યુવા મિત્રમંડળના વખાણ કરતા તેમને આ વખતે પ૧મો રકતદાન કેમ્પ યોજાશે. તે વાતની નોંધ લીધી હતી. તેમજ દર વર્ષે ઉજવાતી નવરાત્રિની તેમને સરાહના કરી હતી. તેમને વર્ષે ઓછામાં ઓછા બે વખત ભેગા થઇ કાર્યક્રમ કરવાની સલાહ આપી હતી.  આ પ્રસંગે અગ્રણી એન.કે. નાવડીયાએ નરેશ પટેલની દીર્ઘદ્રષ્ટ્રિ અને ધીરજના વખાણ કર્યા હતા. તેમજ મજબૂત નેતૃત્વ ધરાવતી આ સંસ્થા લાંબાગાળે સુંદર પરિણામો આપશે તેવી આશા વ્યકત કરી હતી.  આ પ્રસંગે ભરૂચ જિ૯લામાં વસતા લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.    
અંકલેશ્વર જીઆઈડીસી નોટીફાઈડ એરિયામાં સરદારપાર્ક ખાતે તેમજ જલધારા ચોકડી ખાતે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી   06-Oct-2018
અંકલેશ્વર જીઆઈડીસી નોટીફાઈડ એરિયામાં સરદારપાર્ક ખાતે તેમજ જલધારા ચોકડી ખાતે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી
અંકલેશ્વર  જીઆઈડીસી  નોટીફાઈડ  એરિયામાં  સરદારપાર્ક  ખાતે  તેમજ  જલધારા  ચોકડી  ખાતે  દબાણો  હટાવવાની  કામગીરી  કરવામાં  આવી  જેમાં  સરદારપાર્ક  ખાતે  વધતા  જતા  ટ્રાફિકને  લઈને  સર્કલ બનાવવાની  યોજના  છે  આ  કામગીરી  વખતે  નોટીફાઈડ અને   જીઆઈડીસી નો  સ્ટાફ તેમજ  AIA  મૅનેજિંગ  કમિટીના  સભ્યો  ઉપસ્થિત  રહ્યા હતા  દુકાનોની  આગળ  પાર્કિંગ  માટે  જે  જગ્યા  આપી છે  તેમાં  લોકોએ  ઓટલા  બનાવી  દીધા છે  જેને  લઈને  રોડ ઉપર પાર્કીંગ  કરવામાં  આવે છે  તેથી  ટ્રાફિક  જામના  પ્રશ્નો  સર્જાય છે  તંત્ર  દ્વારા  બે  દિવસનો  સમય આપવામાં  આવ્યો છે  જેથી  દુકાનદારો  જાતે  ડીમોલેશન કરી શકે   જોકે  અગાઉ  અનેક  વખત  બનેલ હોવાથી  દુકાનદારોને  આશા  છે કે અગાઉ  જવુજ થશે   જયારે  તંત્ર  મોટા શહેરોના  ડિમોલેશનના પરિણામોને લઈને  આ  આખરી  તક  હોવાનું  જણાવી  રહી છે            
BDMA એચઆર ફોરમમાં કોમ્યુનિકેટ ટુ વીન ઉપર જે. કે. નાયરનું વ્યકતવ્ય યોજાયું   28-Sep-2018
BDMA એચઆર ફોરમમાં કોમ્યુનિકેટ ટુ વીન ઉપર જે. કે. નાયરનું વ્યકતવ્ય યોજાયું
તારીખ ર૭મી સપ્ટેમ્બરે ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશન દ્રારા ર૧મી એચઆર. ફોરમ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ્ટ સ્પીકર તરીકે સુરતના વાઇટલ ટ્રેનીંગના જે.કે. નાયરે કોમ્યુનિકેટ ટુ વીન વિષય ઉપર વ્યકતવ્ય આપ્યું હતું. ઉદાહરણ સાથે સમજાવવાની તેમની ટેકનીકને લઇને શ્રોતાઓને રસાસ્વાદ કરાવવામાં અને ઝકડી રાખવામાં સફળ રહયા હતા.આ પ્રસંગે એચઆર ફોરમના ચેરમેન સુનિલ ભટ્ટ અને સભ્યો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. દર મહીનાના અંતમાં મળતી આ એચઆર ફોરમ જિ૯લાના એચઆર સાથે સંલગ્ન લોકોમાં સારી એવી લોકપ્રિય થઇ રહી છે.
ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગણેશ વિસર્જન પ્રસંગે સરાહનીય કાર્ય   24-Sep-2018
ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગણેશ વિસર્જન પ્રસંગે સરાહનીય કાર્ય
ઝગડીયા  ઇન્ડસ્ટ્રીઝ  એસોસિએશન દ્વારા નર્મદા  કિનારે  મઢી  આશ્રમ  ખાતે ગણેશ વિસર્જન  પ્રસંગે  ગણેશજીની  મૂર્તિ  સાથેના  ફૂલના  હાર તેમજ  પૂજાની સામગ્રી   અલગ રીતે  એકઠી  કરી હતી  જેમાં  ગામ લોકોએ  ખૂબ  સારો  સહકાર  આપ્યો  હતો    આ  કાર્યને  સફળ  બનાવવામાં  એસોસિએશનની  એન્વાયરમેન્ટ  ટીમે  સારી મદદ  કરી  હતી.  નર્મદા  નદીમાં  પ્રદૂષણ ના  થાય  તે  હેતુથી  આ  કાર્ય  કરવામાં  આવ્યું હતું  એકઠા  કરાયેલ ફૂલના  હાર તેમજ  પૂજાની સામગ્રીનો પર્યાવરણ  ફ્રેન્ડલી  રીતે  નિકાલ  કરાયો   
ઓઝોન ડે અને ગણપતિ વિસર્જન વિષે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્મનું આયોજન    17-Sep-2018
 ઓઝોન ડે અને ગણપતિ વિસર્જન વિષે જાગૃતિ લાવવાના હેતુથી  કાર્યક્મનું આયોજન
આજ  રોજ  અંકલેશ્વર ખાતે લાયન્સ સ્કૂલમાં ઓઝોન ડે  અને ગણપતિ  વિસર્જન  વિષે  જાગૃતિ  લાવવાના હેતુથી  એક કાર્યક્મનું આયોજન કરવામાં  આવ્યું હતું  જેમાં પ્રથમ  વૃક્ષારોપણ  કાર્યક્રમ  રાખવામાં આવ્યો હતો ત્યારબાદ યોજાએલ  કાર્યક્રમમાં જીપીસીબીના  પ્રાદેશિક અધિકારી  આર.બી. ત્રિવેદીએ   ઓઝોન ડે  અને ગણપતિ  વિસર્જન  વિષે   ઊંડાણપૂર્વક  માહિતી આપીને  આપણી જવાબદારીમાં  શું  આવે છે  આપણે  શું  કરવું  જોઈએ  તે  વિષે  સમજણ  આપી હતી. તેમજ  એન્વાયરમેન્ટ  એન્જીનીઅર  એસ બી  પરમારે  ઓઝોન ડે ની  માહિતી આપી હતી  તેમજ  સાયન્ટિફિક  ઓફિસર એસ કે  વસાવાએ ગણપતિ પૂજાના મહત્વ વિષે સમજાવ્યુ  હતું  અને  પર્યાવરણ  અનુકૂળ રીતે  ઉત્સવની  ઉજવણી  અને  મહત્વ  સમજાવ્યું  હતું  
આ  પ્રસંગે આઇએ  એન્વાયરમેન્ટ કમિટીના  ચેરમેન  હરેશ પટેલ, વેસ્ટ  મેનેજમેન્ટ ના  સીઈઓ  એ  દોલતી, આઇએ સંચાલક  મંડળના  ચેરમેન  મનોજ પટેલ     લાયન્સ  કલબના સભ્યો  ઉપસ્થિત  રહ્યા હતા  
                   
એઇપીએસ દ્રારા એમ.એસ.સી. ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો   07-Sep-2018
એઇપીએસ દ્રારા એમ.એસ.સી. ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો
અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી (AEPS) દ્રારા  એઇપીએસ ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સમાં એમ.એસ.સી. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી)ના વર્ગોની શરુઆત કરવામાં આવી છે. આ સાથે AEPS ની પ્રગતિમાં એક નવું છોગું ઉમેરાયું છે. એમ.એસ.સી. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની પ્રથમ બેચમાં ૪૦ વિદ્યાર્થીઓને એકમીશન મળ્યું છે.  અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના બેઇલ કોન્ફરન્સ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે લુપીનના ડી.એમ. ગાંધી ઉપસ્થિત રહયા હતા. જયારે મહેશભાઇ પટેલે આ કાર્યની સરાહના કરી હતી. તેમજ બનતી તમામ સહાયની ખાત્રી આપી હતી. તેમને આ પ્રસંગે શિક્ષણની વ્યાખ્યા સમજાવતા કહયું હતું કે જીવનને સ્ભ્ય અને ઉજજવળ બનાવતી જીવન પર્યન્ત ચાલતી પ્રક્રિયા એટલે શિક્ષણ. એટલેક શિક્ષણ જીવનપર્યત ચાલતું કાર્ય છે.  અંકલેશ્વર એન્વાયરમેન્ટ એન્ડ પ્રિઝર્વેશન સોસાયટીની સ્થાપના ૧૯૮૯માં આ વિસ્તારના પર્યાવરણની જાળવણી અને તેને સંલગ્ન માળખાકીય સુવિધાઓ ઉભી કરવાના ભાગરૂપે કરવામાં આવી હતી. ત્યારથી આ સંસ્થાએ પર્યાવરણ અને સુરક્ષાની બાબતમાં અનેક કાર્યો કર્યા છે. તેમજ કેટલાક લાંબાગાળાના આયોજનો કર્યા છે.  આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લુપીન લીમીટેડના વાઇસ પ્રેસીડન્ટ ડો. ડી.એમ. ગાંધી, એઇપીએસના અતુલ બૂચ, દિનેશ પટેલ, શ્રીવત્સન તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.

View All News...

 FIDICON DEVICES

GLASSCHEM TRADING

EARTH POWER